સ્ત્રી હોય કે પુરુષ, કેરેક્ટર જાણવાની અનોખી રીત છે આ
જો તમારે કોઈનું કેરેક્ટર જાણવું હોય કે કોઈની વિશે કંઈક જાણવા માગતા હોવ તો અમે તમને બતાવી રહ્યા છીએ એક અનોખી અને આસાન રીત, જેનાથી થોડી જ મિનિટોમાં તમે કોઈપણ વ્યક્તિનું કેરેક્ટર જાણી શકો છો. સાથે એ પણ જાણી શકો છો કે કોઈનો સ્વભાવ કેવો છે? અને મનમાં શું ચાલી રહ્યું છે? જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે શરીરના અંગોને જોઈને કોઈપણ વ્યક્તિનું ચરિત્ર અને સ્વભાવનું સારી રીતે આકલન કરી શકાય છે. કોઈપણ વ્યક્તિ સાથે મળતી વખતે આપણે સૌથી પહેલા તેનો ચહેરો જોઈએ છીએ. ચહેરો જોતી વખતે જો વ્યક્તિના નાકને ધ્યાનથી જોશો તો તેના કેરેક્ટર અને સ્વભાવને તમે જાણી શકો છો. -ઊંચી અને મોટા નાકવાળા વ્યક્તિ રૂપિયાવાળા હોય છે અને બધા સુખને ભોગવવા માટે દરેક પ્રકારના કામ કરનારા હોય છે. -સુંદર અને તીણા નાક(પોપટ જેવું)વાળા વ્યક્તિ તેજ મગજવાળા હોય છે, ઈમાનદાર તથા ઉચ્ચ હોદ્દાને પ્રાપ્ત કરનારા હોય છે, એવા લોકોનું કેરેક્ટર સામાન્ય રીતે સારું જ હોય છે. -જે વ્યક્તિનું નાક નાનુ અને ખૂબ ઓછો ઊભાર હોય તો તે ઈમાનદાર હૃદયવાળા અને ઈમાનદાર હોય છે. -નાનુ તથા મોટા નાકવાળા વ્યક્તિ ઓછી બુદ્ધિ, રૂપિયા-રૂપિયાના મોહતાજ અને સદૈવ કામ માટે ભટકતા રહેનારા હોય છે. એવા લોકો પરિસ્થિતિવશ ખોટા કામ કરતા રહે છે. -જે વ્યકક્તિના નાકના છીદ્ર નાના હોય તે વ્યક્તિ સમજદાર અને શર્માળ સ્વભાવના હોય છે. એવા લોકોનું કેરેક્ટર સારું હોય છે. -જે વ્યક્તિના નાકના છીદ્ર મોટા હોય છે તે બેશરમ હોય છે. એવા લોકો ખોટા કામ કરવામાં ક્યારેય અચકાતા નથી.
Comments
Post a Comment