પૈર જમીન પે મત રખો...એ તો તારા વિશે ઘણુ કહે છે !

જેમ હાથની રેખાઓ અને બનાવટ કોઈ વ્યક્તિના ભૂત, ભવિષ્ય અને વર્તમાનને દર્શાવે છે. એ જ રીતે પગની એટીઓ અને તેની બનાવટ કોઈ પણ વ્યક્તિના ભવિષ્યની વાતોને દર્શાવી શકે છે. આમ તો પગની રેખાઓ અને તેની બનાવટ તથા તેના આધારે ભવિષ્ય જાણવાનો ઉલ્લેખ ભાગવત પુરાણમાં પણ જોવા મળ્યો છે. તેમાં સૌથી વધારે વિવરણ વરાહમિહિરના કાળમાં કરવામાં આવ્યું છે. તો જાણીએ કેવી રીતે જાણી શકાય એડીની બનાવટ પરથી કે તમારી આવતીકાલ અને સોનેરી ભવિષ્ય કેવું હશે? - જો પંજાના આગળના ભાગની તુલનામાં એડી મોટી હોય તો તે વ્યક્તિની ઉંમર ખૂબ લાંબી હોય છે પરંતુ મોટી એડી ધરાવનારી મહિલાનો સ્વભાવ કંજૂસ હોય છે. - જે વ્યક્તિની એડી સામાન્ય રીતે નાની હોય તે વ્યક્તિ પોતાનું જીવન ગરીબીમાં જ પસાર કરે છે. જે વ્યક્તિની એડી થોડી ઉપસેલી હોય તે વ્યક્તિ હંમેશા પોતાના દુશ્મનો પર જીત મેળવનારી હોય છે. - જે વ્યક્તિની એડી ભારે હોય તે વ્યક્તિ પોતાના મિત્રોનો પ્રેમ મેળવનારો અને સૌનો માનીતો હોય છે. - જે વ્યક્તિની એડી અને પંજા બરાબર હોય તે વ્યક્તિ ખૂબ સુખી જીવન વ્યતિત કરે છે. - જે વ્યક્તિની એડી કઠોર અને કઠણ હોય છે તે વ્યક્તિ સંતાન સુખથી વંચિત રહી શકે છે. - જે વ્યક્તિની એડી ગોળ અને નરમ તથા સુંદર હોય તે વ્યક્તિનું જીવન દરેક રીતે સુખી અને તેઓ ઐશ્વર્યથી ભરપૂર હોય છે. 

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !