આવા સપનાં દેખાય તો નોકરીમાં થઇ જશે બલ્લે- બલ્લે
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે સપનાઓની વાસ્તવિક દુનિયા સાથે કોઇ સંબંધ હોતો નથી. અમુક સપનાઓ જાગતી આંખોથી જોઇએ છીએ, જેને પુરા કરવા આપણા હાથમાં હોય છે. પરંતુ ઊંઘમાં જોવામાં આવતા સપનાં ઘણું બધું કહી જાય છે- આપણા ભવિષ્ય માટે. જ્યોતિષ અનુસાર સપનાં પણ એ એક એવું માધ્યમ છે જેનાથી ભવિષ્યમાં થનારી સંભવિત ઘટનાઓની જાણકારી મેળવી શકાય છે. ઊંઘમાં જોવામાં આવતા સપનાંઓનું પોતાનું અલગ મહત્વ હોય છે અને તેમાં ભવિષ્યમાં ઘટનારી ઘટનાનો સંકેત છુપાયેલો છે. સ્વપ્ન જ્યોતિષના અનુસાર સપનાંઓને આપણા ભવિષ્યની સાથે સીધો સંબંધ હોય છે. અમુક સપનાં એવાં હોય છે કે જેને જોવાથી એ વાત પણ જાણી શકાય છે કે ભવિષ્યમાં તમને નોકરીમાં પ્રમોશન મળશે કે નહી. - જો સપનામાં કોઇ સફેદ ઘોડા કે સફેદ બળથી ચાલી રહેલા રથ પર સવારી કરતો દેખાય તો. - વ્યક્તિ સપનામાં પોતાના શત્રુઓને હરાવે તો, કોઇ બીજા દ્રારા શત્રુઓને પરાજિત થતો જોવે તો. - જો સપનામાં સફેદ બકરી દેખાય તો. - સપનામાં નદીમાં ભમરીને બનતા જોવે તો. - સ્વસ્તિક અને મંગળ સુચક વસ્તુઓને જોવે તો. - સપનામાં પોતાની જાતને મુગટ અને માળા પહેરાવતા જોવે તો.
Comments
Post a Comment