ઐશ્વર્યશાળી જીવન અપાવે છે હાથનું આ ચિન્હ
અમુક લોકોનાં હાથમાં અમુક વિશેષ ચિન્હ હોય છે.જેને કારણે તેઓ ઐશ્વર્યશાળી જીવન વિતાવે છે.હસ્તરેખા જ્યોતિષમાં ઘણાં એવાં ચિન્હ બતાવ્યા છે કે જે વ્યક્તિને માલામાલ બનાવે છે અને આવાં વ્યક્તિ દરેક સુખ-સુવિધા ભોગવે છે.હાથોમાં અમુક વિશેષ ચિન્હ જન્મથી બનેલાં હોય છે.આ ચિન્હ શુભ અને અશુભ પ્રભાવ આપનારાં હોય છે આ ચિન્હોમાંથી એક છે કમળનાં ફૂ્લ જો કોઇ વ્યક્તિનાં હાથમાં કમળનું ચિન્હ બનેલું હોય તો તેનું જીવન બહુ જ સારૂં વ્યતીત થાય છે.તેનાં જીવનમાં દરેક સુખ મળે છે અને દરેક પગલે સફળતાં મેળવે છે.કમળ ચિન્હ પણ સ્વસ્તિક ચિન્હની જેમ શુભ માનવામાં આવે છે,તેને ભગવાન વિષ્ણુનું નિશાન કહેવામાં આવે છે.જેનાં હાથમાં આ ચિન્હ હોય છે તે ભાગ્યવાન હોય છે,તેનાં પર ભગવાન વિષ્ણુની કૃપા રહે છે.વિષ્ણુને શાસ્ત્રોમાં પાલનકર્તાનાં રૂપમાં સંબોધવામાં આવ્યા છે.જેની કૃપાથી દરેક પ્રકારનાં સાંસારિક સુખો અને માન-પ્રતિષ્ઠા મળે છે.તમારી હથેળી પર આ ચિન્હ હોવાથી તમે વાચાળ બનાવે છે અને તમને કુશળ વક્તાનાં રૂપમાં પ્રસિદ્ધિ અપાવે છે તે સાથે નેતૃત્વમાં નિષ્ણાત હોય છે.
Comments
Post a Comment