માલામાલ થતાં પહેલા હાથમાં બનશે આવા ચમત્કારી નિશાન
જો તમે ખરાબ દિવસ પુરા થવાની રાહ જોઇ રહ્યા હો તો હવે તમે પોતાના હાથથી જાણી શકો છો, જી હાં જ્યોતિષ અને હસ્તરેખા અનુસાર જો તમારા ખરાબ દિવસો પુરા થવાના હો તો તમારા હાથમાં નિશાન બનવા લાગશે. હાથનો આ ઇશારો સારા દિવસ શરૂ થવાના સંકેત પણ આપે છે. મહિલાઓના જમણા હાથમાં અને પુરૂષોના ડાબા હાથની લિટલ ફિંગરની નીચેવાળા ભાગ પર બને છે.
જો તમારા ખરાબ દિવસ પુરા થઇને સારા દિવસ શરૂ થવાના હો તો હાથમાં લિટલ ફિંગરની નીચે વાળો હિસ્સો વધવા લાગે છે એટલે કે ઉપસી જાય છે કે જેને આપણે બુધ પર્વત કહીએ છીએ. આ હિસ્સો ઉપસીને રિંગ ફિંગર સુધી પહોંચી જાય છે જેને સૂર્ય પર્વત પણ કહેવાય છે.
બન્ને આંગળીઓની નીચે વાળો હિસ્સો મળીને એક થઇ જાય અને સ્પષ્ટ રીતે ઉપસેલો દેખાવા લાગે છે. આવા યોગવાળા સાધારણ સ્થિતિથી પ્રગતિ કરીને બહુ ઊંચા સ્તર સુધી પહોંચે છે. જે લોકોના હાથમાં આ ચિહ્નો દેખાવા લાગે તેમના જીવનમાં સુખ- સુવિધાઓ વધવા લાગે છે.જેમના સ્વભાવમાં પણ સરળતા આવી જાય છે. અભિમાન અને દેખાડો હોતો નથી. આવા લોકો પોતાની સફળતાનો શ્રેય પણ પોતાના સહયોગીઓને જ આપે છે.
Comments
Post a Comment