આવું ચિન્હ ગુણવાન પત્ની અને ધનવાન સાસરિયું અપાવશે

જ્યોતિષ શાસ્ત્રમાં હાથની રેખાઓનો અભ્યાસ મહત્વપુર્ણ સ્થાન ધરાવે છે.હાથમાં રહેલી આડી- સીધી રેખાઓ કોઇ પણ વ્યક્તિનાં વિષયમાં દરેક પ્રકારની જાણકારી આપે છે. જો આ રેખાઓનું બારીકાઇથી અધ્યયન કરવામાં આવે તો ભવિષ્ય જાણી શકાય છે.

હસ્તરેખા જ્યોતિષ અનુસાર અમુક લોકોનાં હાથમાં વિશેષ ચિન્હ હોય છે. આ ચિન્હનો તેમના પર વિશેષ પ્રભાવ હોય છે. અમુક ચિન્હ શુભ ફળ આપે છે તો અમુક ચિન્હ અશુભ ફળ આપે છે. તે સિવાય અમુક ચિન્હ હથેળીનાં અલગ-અલગ સ્થાન પર અલગ-અલગ ફળ આપે છે. જો કોઇ વ્યક્તિની હથેળીમાં ગુરૂ પર્વત પર ક્રોસનું ચિન્હ હોય તો તેને શુભ ચિન્હ માનવામાં આવે છે.

ઇંડેક્સ ફિંગર કે તર્જની આંગળીનાં એકદમ નીચે હોય છે ગુરૂ પર્વત. આ પર્વત પર જો ક્રોસનું ચિન્હ હોય તો તે વ્યક્તિ સમજદાર હોય છે. દરેક કાર્યને સફળતાપુર્વક કરે છે. આ લોકોમાં વિશેષ યોગ્યતા હોય છે. જ્યોતિષ અનુસાર ગુરૂ ગ્રહ લગ્નનાં સંબંધમાં મહત્વપુર્ણ ગ્રહ માનવામાં આવે છે.આથી ગુરૂ પર્વત પર ક્રોસ હોવાથી તે વ્યક્તિને સુંદર અને ગુણવાન પત્ની મળે છે.આવાં ચિન્હવાળા વ્યક્તિનું વૈવાહિક જીવન સુખી હોય છે.આ લોકોનું સાસરિયું સામાન્ય રીતે ધનવાન હોય છે અને તેમને તેની પત્ની તરફથી ધન મળે છે.

હસ્તરેખા જ્યોતિષમાં બન્ને હાથોની હથેળીઓનો અભ્યાસ કરવું અનિવાર્ય છે. તેના સિવાય દરેક રેખાઓનાં શુભ-અશુભ ફળોની જાણકારી હોય તો સચોટ ભવિષ્યવાણી કરી શકાય છે. 

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !