મોતને પણ હાથતાળી આપે છે, હાથમાં બનેલા આવા નિશાન!
તમને સાંભળીને આશ્ચર્ય થશે કે ભલા મૃત્યુને પણ કોઈ હાથતાળી આપી શકે ખરું, પરંતુ એવું બની શકે છે. જો તમારા હાથમાં આ ચમત્કારી નિશાન હોય તો તમે મોતને પણ હાથતાળી આપી શકો છો. હથેળી ઉપર બનેલ રેખાઓ આપણું ભવિષ્ય બતાવે છે, આ વાત બધા લોકો જાણે છે. હાથમાં બનેલ બધા નાની-મોટી રેખાઓનું પોતાનું અલગ મહત્વ છે. રેખાઓની સાથે જ કેટલાક લોકોના હાથમાં વિશેષ ચિન્હો પણ બનેલા હોય છે. હસ્તરેખા જ્યોતિષમાં અનકે પ્રકારના ચિન્હ બતાવવામાં આવ્યા છે. કેટલાક શુભ ચિન્હ હોય છે જે શુભ ફળ પ્રદાન કરે છે તો કેટલાક અશુભ ફળ પણ આપે છે. શુભ ફળ આપનાર ચિન્હોમાં એક છે વર્ગ ચિન્હ. વર્ગ ચિન્હના નિશાનનો અર્થ ચાર ખૂણાવાળા ચિન્હ છે. જો કોઈ વ્યક્તિની હથેળી ઉપર જે જગ્યાએ કે જે રેખા ઉપર આ ચિન્હ હોય છે ત્યાંના અશુભ પ્રભાવોને પણ ઓછા કરી દે છે. તેને સુરક્ષાનું ચિન્હ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિના હાથમાં જીવન રેખા તૂટેલી હોય તો આ રેખા મૃત્યુની સંભાવના વ્યક્ત કરે છે. જીવનરેખા જ્યાંથી તૂટેલી હોય ત્યાં કોઈ વર્ગનું ચિન્હ બનેલું હોય તો સમજવું જોઈએ કે તે સમયમાં આવતું મૃત્યુ સામે રક્ષણ કરશે. જો આ ચમત્કારી નિશાન ભાગ્યરેખા ઉપર હોય અર્થાત્ ભાગ્યરેખા વર્ગ ચિન્હમાં જઈ રોકાઈ જતી હોય તો વ્યક્તિ કિસ્મતની મદદથી મોતને પણ હાથતાળી આપી દે છે. વર્ગ ચિન્હથી ભાગ્ય રેખા આગળ નિકળી જાય તો સમજવું જોઈએ કે બધી પરેશાનીઓ દૂર થઈ જશે. જો મસ્તિસ્ક રેખા ઉપર વર્ગનું ચિન્હ હોય તો તે મગજને લગતી બીમારીઓ સામે રક્ષણ કરે છે અને દુર્ઘટનાઓ થાય તો પણ મૃત્યુ સામે રક્ષણ મળે છે. હૃદયરેખા ઉપર એવું ચિન્હ દિલની બીમારી સામે રક્ષણ કરે છે.
Comments
Post a Comment