તમારાં બોસનો સ્વભાવ કેવો છે, જાણો આ રીતે
દરેક ક્ષેત્રમાં કાર્ય કરનારા વ્યક્તિઓને નેતૃત્વ કરવા માટે કોઇ વિશેષ વ્યક્તિ નિયુક્ત હોય જ છે. જે આખા ગ્રુપનું પ્રતિનિધિત્વ કરે છે.હસ્તરેખા જ્યોતિષ અનુસાર હથેળીમાં ગુરૂ પર્વતની સ્થિતિનો અભ્યાસ કરવાં પર વ્યક્તિની નેતૃત્વ ક્ષમતા વિશે જાણી શકાય છે.હાથમાં ગુરૂ અથવા બૃહસ્પતિ પર્વત વ્યક્તિની મહત્વાકાંક્ષા, મહેનત, ચેતના, આત્મા સ્વાભિમાન, ધાર્મિક આસ્થાને દર્શાવે છે. ક્યાં હોય છે ગુરૂ પર્વત જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરૂ પર્વત ઇંડેક્સ ફિંગર અર્થાત તર્જની આંગળીની નીચેનાં ભાગને કહે છે.ગુરૂ પર્વતનું ક્ષેત્ર મસ્તિષ્ક રેખાં (મસ્તિષ્ક રેખાનાં સંબંધમાં લેખ પ્રકાશિત થઇ ચુક્યો છે)સુધી માનવામાં આવે છે તેમજ મધ્યમાં (મીડલ ફિંગર)તેમજ ઇંડેક્સ ફિંગરનાં મધ્યે ગુરૂ પર્વત હોય છે. ગુરૂ પર્વતનો પ્રભાવ - જો ગુરૂ પર્વત સામાન્ય હોય તો તે વ્યક્તિ મહત્વાકાંક્ષી, સ્વાભિમાની, ઉત્સાહી અને નેતૃત્વ કરવાની ક્ષમતાવાળાં હોય છે. - જો ગુરૂ પર્વત વધારે વિકસીત, ઉન્નત હોય તો તે વ્યક્તિ અહંકારી, સરમુખત્યાર શાહી પ્રકૃતિનો હોય છે.આવી વ્યક્તિ પોતાની આગળ કોઇ પણ વ્યક્તિનાં બોલનું કંઇ ઉપજવાં નથી દેતુ. - જો ગુરૂ પર્વત સામાન્યથી પણ ઓછું ઉપસેલું હોય,અંદરની બેઠેલું હોય તો તે વ્યક્તિ નાના- મોટેરાઓનું અનાદર કરનારો અને ધર્મથી વિમુખ હોય છે. - સારા અને દોષરહિત ગુરૂ પર્વતવાળાં વ્યક્તિ અનુશાસન પ્રિય,નેતૃત્વ કરવામાં સક્ષમ, ભોજનનાં શોખીન,ધાર્મિક આસ્થાવાળાં અને દરેકને સન્માન આપનારાં હોય છે.
Comments
Post a Comment