ધ્યાનથી જુઓ! તમારા હાથમાં છુપાયેલું છે પ્રેમ મળશે કે દગો
જો તમે પ્રેમમાં દગાથી અને પૈસા લુંટાવાથી બચવા માંગો છો તે એક વાર ધ્યાનથી પોતાની હથેળીને ચોક્કસ જુઓ.તમારી હથેળીમાં જ છુપાયેલું છે બચવાનું રહસ્ય. કહે છે ને કે હાથની રેખામાં ઘણું બધુ છુપાયેલુ છે.હાથથી કોઇપણ વ્યક્તિના વિશે જાણી શકાય છે તે સાથે એ પણ જાણી શકાય છે કે જીવનમાં તેને કેવા લોકો મળશે. આવા જ એક યોગ વિશે બતાવી રહ્યા છે.તે છે શુક્ર વલય યોગ. તો આવો જાણો, શું છે શુક્ર વલય અને તેનો વ્યક્તિના જીવન પર કેવો પ્રભાવ પડે છે. જો કોઇ રેખા અંગુઠાની બાજુવાળી આંગળીથી નીકળીને શનિ અને સૂર્ય પર્વતોને ઘેરતી અનામિકા અને કનિષ્ઠા આંગળીની વચ્ચે જ પુરી થઇ જતી હોય તો શુક્ર વલય બને છે. - જો શુક્ર વલયની રેખા પાતળી હો તો વ્યક્તિ સમજદાર અને વાતચીતમાં કુશળ હોય છે. - શુક્ર વલય રેખા અનેક રેખાથી મળીને અને ઘેરી હોય તો આવા વ્યક્તિના ઘણાં વિવાહત્તેર સંબંધ હોય છે. - શુક્ર વલય વિવાહ રેખાને કાપે તો વૈવાહિક જીવનનું સુખ તો નહીં ના બરાબર હોય છે. - શુક્ર વલય પર દ્રીપ હો તો આવા વ્યક્તિની પ્રેમિકા ષડયંત્રકારી હોય છે. આવા વ્યક્તિ પ્રેમિકાને ષડયંત્રથી મારનારા હોય છે. - જો સૂર્ય રેખા શુક્ર વલયને કાપે છે તો આવા વ્યક્તિ લંપટ હોય છે.
Comments
Post a Comment