જેના હાથમાં હશે આ ચિન્હ,થઇ જશે તેની બલ્લે -બલ્લે
ઘણા લોકોની એવી ઇચ્છા હોય છે કે તેમનું જીવન બહુ ઐશ્વર્યશાળી હોય અને તેને દરેક સુખ સુવિધાઓ મળે.
ઘણા પૈસા હોય અને સમાજમાં તેનું માન-સન્માન હોય.આવી મનોકામના તો ઘણા લોકોને હોય છે પણ તેમાથી દરેકને જીવનમાં આ દરેક વસ્તુ નથી મળતી.
અમુક લોકોના હાથમાં એવા વિશેષ ચિન્હ હોય છે.
હસ્તરેખા જ્યોતિષમાં જેટલું મહત્વ રેખાઓ અને પર્વતોનું છે તેટલું જ મહત્વ હાથોમાં બનનારા નાના ચિન્હોનું પણ છે.આ ચિન્હોમાંથી એક ચિન્હ છે ત્રિકોણનુ
જાણો આ ચિન્હ હોવાથી આપના ભાગ્ય પર કેવો પ્રભાવ પડે છે.
- આ ત્રિકોણ જો સ્પષ્ટ રેખાઓથી બનેલો હોય તો તે અતિ શુભ અને ફળદાયી માનવામાં આવે છે.
- હથેળીમાં જેટલો મોટો ત્રિકોણ હશે તે તેટલું જ લાભદાયી રહેશે,
- મોટો ત્રિકોણ વ્યક્તિના વિશાળ હ્રદયનો દર્શક છે
- જે વ્યક્તિના હાથમાં એક મોટા ત્રિકોણમાં નાનો ત્રિકોણ બને તો તે વ્યક્તિ નિશ્ચિત જીવનમાં ઉચ્ચ પદ મેળવે છે.
- હથેળીના મધ્યમાં મોટો ત્રિકોણ હોય તો તે વ્યક્તિ સમાજમાં પોતાની ઓળખ બતાવે છે.આવી વ્યક્તિ ઇશ્વરમાં વિશ્વાસ રાખનારી અને ઉન્નતશીલ હોય છે.
- જો ત્રિકોણ અસ્પષ્ટ હોય તો તે વ્યક્તિ સંકીર્ણ મનોવૃતિ વાળો હોય છે.
Comments
Post a Comment