સપનામાં કોઈ સુંદર સ્ત્રી દેખાઈ તો મળી શકે છે આવું ફળ
જ્યોતિષ બધાની જિજ્ઞાષાનો વિષય છે, બધા જાણવા ઈચ્છે છે કે તેનું ભવિષ્ય કેવું રહેશે. ભવિષ્ય જાણવાની ઘણી વિદ્યા અને પ્રવિધિઓ પ્રચલિત છે. તેમાંથી એક સટિક વિદ્યા એટલે સ્વપ્ન જ્યોતિષ. સ્વપ્ન જ્યોતિષમાં સપનાઓથી ભવિષ્યનો અંદાજ લગાવે છે. સામાન્ય રીતે નીંદરમાં સપના બધાને દેખાઈ છે. કેટલાક સપના યાદ રહે છે તો કેટલાક યાદ રહેતા નથી. જે સપના યાદ રહે છે તેને આપણા ભવિષ્ય સાથે સીધો સંબંધ હોય છે. જ્યોતિષ અનુસાર બધા સપનાઓમાં ભવિષ્યની ઘટનાઓનો સંકેત છુપાયેલો હોય છે. જો કોઈ વ્યક્તિને સપનામાં કોઈ સુંદર પરી દેખાઈ છે તો તેમાં ઘણા શુભ ફળ પ્રાપ્ત થાય છે. આવા વ્યક્તિ બીમારીમાં આવું સપનું જોય છે તો તે ઝડપથી તેની બીમારી દૂર થવાની શક્યતા વધે છે. પરિવારમાં ચાલી રહેલ વિવાદ દૂર થઈ જાય છે. આ ઉપરાંત જો કોઈ કાર્ય બગડી રહ્યું હોય તો તે પણ સરખું થવાની શક્યતા વધી જાય છે. સપનાઓ ક્યારે સાચા થશે. આ સંબંધમાં જ્યોતિષમાં બતાવવામાં આવે છે કે રાતમાં અલગ-અલગ સમય પર જોવામાં આવેલા સપના અલગ-અલગ સમયમાં સાચું થાય છે. જેમ કે સવાર-સવારે જોવામાં આવેલા સપના વધારે અને ઝડપથી સાચા પડે છે. તે પ્રમાણે રાતના જુદા-જુદા સમયના સંબંધમાં જુદો-જુદો સમય જણાવવામાં આવ્યો છે.
Comments
Post a Comment