અંગુઠો જોઈ નિર્ણય કરો, કોણ છે કામનું, કોનાથી બચીને રહેવું?
જ્યોતિષ પ્રમાણે અંગુઠો માણસના વિચારોને સ્પષ્ટ કરે છે. માણસના શરીરમાં તેનો સીધો સંબંધ મગજ સાથે હોય છે. એટલા માટે માત્ર અંગુઠો જોઈને માણસના સ્વભાવ વિશે ઘણુ બધુ જાણી શકાય છે. -અંગુઠાનો બીજો ભાગ પરુઆની સરખામણીમાં જો મોટો હોય તો તેનાથી એવું સિદ્ધ થાય છે કે વ્યક્તિમાં તર્ક શક્તિ જરૂરિયાતથી વધુ છે અને તે વ્યક્તિની આ વિશેષતા હશે કે પોતાના તર્કની સામે કોઈને પણ ટકવા નથી દેતા. પરંતુ આ વ્યક્તિની નબળાઈ એ હોય છે કે પોતાની સાચી અને ખોટી બંને વાતોને તર્કના સહારે મનાવવાનો પ્રયત્ન કરે છે. એવા વ્યક્તિ પોતાના અધિકારીઓમાં પણ ભૂલો કાઢવાનું ચૂકતા નથી. -જો પહેલો અને બીજો ભાગ બરાબર લંબાઈ અને પહોળાઈમાં હોય તો એવા વ્યક્તિ શાંત મસ્તિષ્કના કહેવામાં આવે છે, ન તો તેઓ આવેશમાં આવી જાય છે અને નહીં વધુ ખુશ થતા. જીવનમાં દરેક પગલું સાવધાનીથી ઊઠાવે છે. એમાં ખૂબ જ આત્મવિશ્વાસ હોય છે. યોગ્ય શબ્દોમાં કહીએ તો તેઓ ઉચ્ચ સ્તરના વેપારીઓ અને સ્વભાવે ખૂબ જ સરળ અને સભ્યો હોય છે. -જો અંગુઠાનો પહેલો ભાગ વધુ લાંબો અને બીજો ભાગ પહેલા ભાગની સરખામણીમાં નબળો કે પાતળો હોય તો જીવનમાં તેઓ કોઈપણ કામના મામલાઓમાં પોતે નિર્ણય નથી લઈ શકતા. આ લોકો જીવનમાં દરેક કામને વગર પ્લાનિંગે શરૂ કરી દે છે. એટલા માટે અસફળ રહે છે. તેમના વિચાર અસ્થિર હોય છે. તેમની પ્રકૃતિ ઝઘડાળું હોય છે. જીવનમાં આવા વ્યક્તિ અસફળ હોય છે. મોટાભાગે આવા વ્યક્તિ ભાગ્યવાદી હોવાની સાથે આળસી પણ હોય છે.
Comments
Post a Comment