મોડી રાતના સપના સાચા હોય કે વહેલી સવારના?

એવુ મનાય છે કે સપનાઓ તમારુ ભવિષ્ય બતાવે છે અને તે ભવિષ્યની શક્યતાઓ તરફ સંકેતો આપે છે. જો તમે તમારા સપનામાં મળતા સંકેતો સમજી શકો તો તમે તમારા ભવિષ્ય વિશે આગાહી કરી શકો છો. જ્યોતિષીઓ માને છે કે વહેલી સવારે એટલે કે સવારે 3થી 6 વાગ્યા સુધીમાં જોયેલા સપનાઓ સાચા પડે છે. અહીં કેટલાક સંકેતોનો અર્થ આપીએ છીએ જે તમારુ ચોક્કસ ભવિષ્ય જણાવી શકે છે. - જો કોઈ વ્યક્તિને સપનામાં પોતે ડાન્સ કરતી, ગીત ગાતી, સંગીત સાંભળતી કે પછી સારા મૂડમાં મજા માણતી જુએ તો તે સારુ લક્ષણ છે. એનો અર્થ છે કે તમે તમારા સાથીને બહુ જ જલ્દીથી મળવાના છો. - જો તમને સપનામાં ભેંસોની જોડી તળાવમાંથી પાણી પીતી જોવા મળે તે સુખમય લગ્નજીવન સૂચવે છે. - જો તમને તમે તમારા સાથી સાથે બગીચામાં ચાલતા દેખાઓ તો તે સંકેત છે કે તમને તમારી પસંદનો જીવનસાથી મળશે અને તમારૂ કૌટુંબિક જીવન સફળ અને સંતોષકારક રહેશે. - જ્યારે કોઈ છોકરી પોતાને ડાયમંડ જ્વેલરી પહેરેલી જુએ ત્યારે તેના લગ્ન ઊંચો હોદ્દો ધરાવતા છોકરા સાથે થઈ શકે છે. - જો કોઈ છોકરી પોતાને બંગડી પહેરતી જુએ તો એ સંકેત કરે છે કે તે પોતાના મનપસંદ સાથી જોડે જલ્દી લગ્ન કરી શકશે. - જો તમે સપનામાં પોતાને ફળ ખાતા કે ફળોનુ જ્યૂસ પીતા જુઓ તો એવુ મનાય છે તમારા લગ્નસંબંધોમાં અણબનાવ બની શકે છે. - જો સપનામાં રીંછ દેખાય તો માનવુ કે તમારા પ્રેમજીવન કે લગ્નજીવનમાં કોઈ ત્રીજી વ્યક્તિની દખલગીરી થઈ શકે છે. 

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !