અતિ આવેશનું કારણ તમારા હાથમાં છુપાયેલ હોઈ શકે!
હસ્તજ્યોતિષની મદદથી આપણે સ્વાસ્થ્ય સંબંધધિત પરેશાનીઓ અને જીવનમાં આવનારી પરેશાનીઓ વિશે જાણી શકીએ છીએ. હથેળી ઉપર મંગળ ક્ષેત્ર, અંગુઠાની પાસે શુક્રની તદ્દન સામે વાળો પર્વત કે ક્ષેત્રને મંગળનો પર્વત કહેવાય છે. હાથમાં મંગળ ક્ષેત્રની સાથે જ શુક્ર પર્વતની સ્થિતિને જોઈ જાણી શકાય છે કે વ્યક્તિને કયા પ્રકારની સ્વાસ્થ્યની અન્ય સમસ્યાઓ રહેશે? જે વ્યક્તિઓનો મંગળ સારો નથી હોતો તેમનામાં ક્રોધ અને આવેશ વધુ રહે છે. હાથમાં જેમનો મંગળ ખરાબ હોય છે એવા વ્યક્તિ નાની-નાની વાતો ઉપર પણ ઉકળી ઊઠે છે. અન્ય વ્યક્તિઓ દ્વારા સમજાવવાના પ્રયાસ કરનાર વ્યક્તિઓની આગળ પણ બધુ બેકાર રહે છે. જે લોકોના હાથમાં મંગળ પર્વત દોષ પૂર્ણ હોય છે એવા લોકોનું ખૂન ગુસ્સા અને આવેશને લીઘે એકદમ ગરમ થઈ જાય છે. મંગળ રક્તનો કારક છે એટલે એવા લોકોમાં રક્તચાપ પ્રમાણે ક્રોધનો પ્રભાવ પણ વધતો-ઘટતો રહે છે. -જો હાથમાં મંગળ પર્વત અશુભ કે ખરાબ હોય તો એવા લોકોને મંગળ દેવની પ્રકૃત્તિ પ્રમાણે મિર્ચ-મસાલાવાળા ખોરાક ન લેવા જોઈએ. -તળેલી વસ્તુઓની પરેજી કરવી જોઈએ. -એવા જાતકોને જોઈએ કે તેઓ સવાર-સાંજ દૂધ પીવે અને મોડી રાત સુધી જાગે નહીં. -અશુભ મંગળને લીધે તેમને ભોજનનો સમય નક્કી નથી હોતો એટલા માટે તેમને સવાર-સાંજનું ભોજન ચોક્કસ સમયે જ લેવું જોઈએ. -મંગળદોષના ઈલાજ કરાવવો તથા મંગળદેવની પૂજા કરાવવી જોઈએ.
Comments
Post a Comment