નવા વર્ષે ચેતીને રહેજો, ખૂબ અવિશ્વાસુ હોય છે આ લોકો
એવા લોકોને ઓળખવા ખૂબ જ મુશ્કેલ હોય ચે જે દરેક સંબંધને લઈને લાપરવાહ હોય છે. એવા લોકો દરેક જગ્યાએ હોય છે પરંતુ આસાનીથી તેમને ઓળખી નથી શકાતા. એવા લોકોના હાથમાં લાપરવાહીના નિશાન બનેલા હોય છે. એવા લોકો દગાબાજ પણ હોય છે. દરેક છોકરો કે છોકરીની ઈચ્છા હોય છે કે તેનો જીવનસાથી તેની મનપસંદનો હોય. એવું કહેવામાં આવે છે કે કોઈના સાથે કેવા હશે તે કિસ્મતના હાથમાં છે પરંતુ પ્રેમની બાબત જે-તે વ્યક્તિના સ્વભાવ આધારિત હોય છે. કોઈ વ્યક્તિના હાથમાં રહેલી મસ્તિસ્ક અને જીવનરેખા કેવી છે? આ આધારે એવું બતાવવામાં આવે છે કે તેનો પ્રેમ સંબંધ કેવો રહેશે અને તેઓ કંઈ રીતે પ્રેમ સંબંધો નિભાવશે? જે રેખા તર્જની આંગળી(ઇન્ડેક્સ ફિંગર) તથા અંગુઠા(થમ્બ)ની વચ્ચેથી શરૂ થઈ શુક્ર ક્ષેત્રને ઘેરીને મણિબંધ અર્થાત્ કલાઈ તરફ જાય છે એવી રેખાને જીવન રેખા કહે છે. હથેળીમાં આ રેખાની ઉપર દેખાતી ગાઢ રેખા મસ્તિસ્ક રેખા કહેવાય છે. જો બંને રેખા અલગ થઈને ચાલી રહી હોય તો એવો વ્યક્તિ લાપરવાહ સ્વતંત્ર પ્રકૃત્તિનો હોય છે. તેમને પોતાના નિર્ણયો ઉપર ભરોસો હોય છે, કુલ મળીને તેઓ બિન્દાસ હોય છે, ઘણીવાર વગર વિચાર્યે-ર્ક્યે કામ કરી બેસે છે. પ્રેમના મામલાઓમાં પણ આ લોકો ઘણા લાપરવાહ હોય છે. આને લીધે તેમના પ્રેમ સંબંધો સ્થાયી નથી હોતા.
Comments
Post a Comment