હાથની રેખાઓમાં કેવી રીતે જોશો તમારું ભવિષ્ય?
જ્યોતિષશાસ્ત્રમાં અનેક એવી વિદ્યાઓ બતાવવામાં આવી છે જેનાથી કોઈપણ વ્યક્તિના ભૂત, ભવિષ્ય અને વર્તમાનને જાણી શકાય છે. આ વિદ્યાઓમાંથી એક છે હસ્તરેખા. હાથની રેખાઓમાં આપણુ ભવિષ્ય છુપાયેલ હોય છે અને હથેળીનું અધ્યયન કરવાથી કોઈપણ વ્યક્તિ વિશે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. હસ્તરેખા પ્રમાણે હાથનું પરીક્ષણ સાવધાનીથી કરવું જોઈએ. બધી રેખાઓનું એક આગવું મહત્વ હોય છે અને અન્ય રેખાઓનો શુભ-અશુભ પ્રભાવ ઓછો કે વધુ કરવામાં સક્ષમ હોય છે. આ કારણે જ આ રેખાઓને જોવા માટે મેગ્નીફાઇન ગ્લાસનો ઉપયોગ કરવો જોઈએ. હસ્તરેખાથી ભવિષ્ય જોવા માટે સૌથી પહેલા આંગળિયો, અંગુઠો અને હથેળીની બનાવટ જોવી જોઈએ. પછી ડાબો હાથ જુઓ, પછી જમણા હાથને જુઓ. હવે બંને હાથની રેખાઓ અને બનાવટમાં અંતર સમજો. હવે હાથના દરેક ભાગ હથેળી, કરપૃષ્ઠ, નખ, ત્વચા, રંગ, આંગળીઓ, અંગુઠો તથા કલાઈ વગેરેનું પરીક્ષણ કરો. અંગુઠો જોયા બાદ હથેળીની કઠોરતા કે કોમળતા જુઓ. પછી આંગળીઓ ઉપર ધ્યાન આપો અને બધા ગ્રહના ભાગોનું અધ્યયન કરો. ત્યારબાદ બધી રેખાઓને એક-એક કરી ધ્યાનપૂર્વક જુઓ અને અધ્યયન કરો. હાથનું અધ્યયન જેટલું ઊંડાણપૂર્વક અને ધ્યાનથી કરવામાં આવશે એટલુ જ ભવિષ્ય સચોટ ભાખી શકાશે. કંઈ રેખા ક્યાં આવેલી હોય છે તે જાણવા માટે આ કોલમ કિસ્મતની રેખામાં પ્રકાશિત જૂના આર્ટિકલ ઉપર નજર કરી શકો છો. જો તમારે કોઈ બાબત વિશે જાણવું હોય તો તમે આ કોલમની નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં પોતાનો પ્રશ્ન મૂકીને સવાલ પૂછી શકો છો. જેનો અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
Comments
Post a Comment