ખૂબ કમાલની હસ્તરેખા, શું થાય જો તે તમારા હાથમાં હોય?
અમે તમને તમારી કિસ્મત જાણવાના આસાન ઉપાય બતાવી રહ્યા છીએ. તેનાથી તમે આસાનીથી જાણી શકશો કે શું ખાસ છે તમારી કિસ્મતમાં? કહેવાય છે કે હાથમાં જોવા મળતી આ રેખાઓમાં વ્યક્તિનું ભવિષ્ય છુપાયેલું હોય છે. હાથમાં હૃદયરેખા, મસ્તિસ્ક રેખા, જીવનરેખા, ભાગ્ય રેખા અને સૂર્યરેખા સિવાય કેટલીક સહાયક રેખા પણ હોય છે. જે કોઈપણ વ્યક્તિના જીવન ઉપર ઊંડાણથી પ્રભાવ પાડે છે. એવી જ એક રેખા છે મંગળરેખા. મંગળરેખા હથેળીમાં નિન્મ મંગળ અર્થાત્ અંગુઠાની પાસેના વિસ્તારથી નિકળે છે અને અંગુઠાના નીચલા ભાગ તરફ વધે છે. આવી રેખાઓ એક કે એકથી વધુ હોઈ શકે છે. આ બધી રેખાઓ પાતળી, જાડી અને ઊંડી કે નબળી હોઈ શકે છે. તેને મંગળરેખા કહેવામાં આવે છે. -આ બે પ્રકારની રેખા હોય છે, એક તો આવી રેખાઓ જીવન રેખાની સાથે આગળ વધે છે એટલા માટે તેને જીવન રેખાની સહાયક રેખા કહેવામાં આવે છે. બીજી એવી જે સીધા આગળ વધે છે. -જેના હાથમાં આવી રેખાઓ હોય છે તે વ્યક્તિ ખૂબ જ પ્રતિભાશાળી હોય છે. તેનું મગજ ખૂબ જ તે જ છે. એમાં ખાસ પ્રકારની સૂઝ-બૂઝની શક્તિ હોય છે. જીવનમાં તેઓ નિર્ણય એકવાર નિર્ણય લે છે. તેઓ અંત સુધી નિભાવે છે. આવા લોકો પૂરી રીતે વિશ્વાસપાત્ર હોય છે. આ પ્રકારના વ્યક્તિ જીવનમાં અનેક ઉદ્દેશ્ય લઈને ચાલે છે પરંતુ તેમને લક્ષ્ય પ્રાપ્તિ નથી થતી. તેને વધુ ગુસ્સો નથી આવતો. બીજા પ્રકારની મંગળ રેખાઓ જે જીવન રેખાની સાથ છોડીને સીધા આગળ વધે છે. આ રેખાઓ શુક્ર પર્વત ઉપર પહોંચે છે. એવા વ્યક્તિ ખૂબ જ લાપરવાહ હોય છે. તેમનો સ્વભાવ ચિડિયો હોય છે. આવેશમાં આ વ્ય્કતિ બધુ જ કરવા તૈયાર થઈ જાય છે. -જો મંગળરેખાથી કેટલીક રેખાઓ નિકળી ઉપર તરફ જતી હોય તો તેના જીવનમાં ઘણી વધુ ઈચ્છાઓ હોય છે. આ ઈચ્છાઓ પૂરી કરવા તેઓ હંમેશા પ્રયત્ન કરતા રહે છે. -આ રેખા ભાગ્ય રેખાથી મળી જાય તો તે વ્યક્તિનો ઝડપથી ભાગ્યોદય થાય છે. -જો મંગળરેખા હૃદયરેખા સાથે મળી જાય તો વ્યક્તિ જરૂરિયાત કરતા વધુ ભાવુક હોય છે.
Comments
Post a Comment